PRAKASH PATEL

સુવિચાર :- દરેક સવાર એક કોરા કાગળ જેવી હોય છે, એમાં શું લખવું તે આપણા હાથની વાત છે. !

Translate

મંગળવાર, 16 ઑગસ્ટ, 2016

પ્રાથમિક શિક્ષકોએ શાળામાં નિયમિત હાજર રહેવા અને શિક્ષકોના ડ્રેસ કોડ બાબત



Swachh Vidhyalay Purskar 2016 Your School Points Declared Check Your Point


એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક ઉપર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=com.glt.sv

સોમવાર, 17 ઑગસ્ટ, 2015

શુક્રવાર, 20 જુલાઈ, 2012

નવું માસિક પત્રક માં  ધોરણ ૧ થી ૫ નું કુલ અને ૬ થી ૮ નું કુલ અલગ છે આ પત્રકને ડાઉનલોડ
કરવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો.


ગુરુવાર, 12 જુલાઈ, 2012


એક શિક્ષકની વેદના…..એક બાળકની કલમે….
પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ લોક,નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મુ.આકાશ.

પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.હું શું કામ ભણું છુંએની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.મારા સાહેબે કિધુતુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!
પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુય કેમ નથીદર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!
પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો નથીઅને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?
પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!
પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકોને બાળકોહે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય મારા મંદિરેકેમ ડોકાતા નથી…!
પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છેને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તોય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તોય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?
શક્ય હોય તો પાંચેયના જવાબ આપજેમને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથીતું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકુંવિચારીને કેજે…! હું જાણું છું તારેય ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશપણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…!
જલ્દી કરજે ભગવાનસમય બહું ઓછો છે તારી પસેઅને મારી પાસે પણ…!
                                                                                                                             

                                                                                                                          લી.
                                                                                               
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી
                                                                                                                         
અથવા
                                                                                           
ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્‌

સોમવાર, 9 જુલાઈ, 2012

અંગ્રેજી ટેસ્ટ પેપર


પસંદગી સમિતિ બાગાયત નિયામકની કચેરી ગુજરાત રાજ્ય કૃષીભવન
નિયામકશ્રીની કચેરીની વિવિધ જીલ્લા / તાલુકા ક્ક્ષા હસ્તકની કચેરીઓમાં  
 વર્ગ ૩ ની જગ્યાઓ  પર ઉમેદવારે તારીખ ૧૦/૦૭/૨૦૧૨ (બપોરના ૧૪:૦૦ કલાક ) થી તારીખ ૨૧/૭/૨૦૧૨ (રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન અરજી કરવાની રહેશે
  ફોમ ભરવા નીચેની લીંક ઉપર ક્લિક કરો 




અંગ્રેજી ટેસ્ટ પેપર
MID TERM EXAM STD 10
TEST STD 9
કવિતાઓ ધોરણ ૬ થી ૮ નીચે ક્લિક કરવાથી ડાઉનલોડ થશે
આભમાં જીણી જબુકે
એકજ દે ચિનગારી
ધૂળિયો મારગ
ગુજરાત જનરલ નોલેજ માટે અહીં ક્લિક કરો